અગત્યની સૂચનાઓ: (B.Sc./B.A. Sem-1 માટે)
- સરદાર પટેલ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઍડ્મિશન ફૉર્મ ભર્યા પછી તમને શ્રી આર. કે. પરીખ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કોલેજ, પેટલાદમાં ઍડ્મિશન મળ્યું હોય તો તે ઍડ્મિશન મેમો પ્રિન્ટ કરી લેવો.
- સરદાર પટેલ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ઍડ્મિશન મેમો પ્રિન્ટ કર્યા બાદ કોલેજના બેંક એકાઉન્ટમાં ફી અચૂક જમા કરાવવાની રહેશે.
બેંક નું નામ: બેંક ઓફ બરોડા, પેટલાદ. |
ખાતા નંબર: 02960100004190 |
ખાતાનું નામ: શ્રી આર. કે. પરીખ આર્ટસ ઍન્ડ સાયન્સ કોલેજ, પેટલાદ. |
IFSC Code: BARB0PETLAD ઉપરના કોડમાં પાંચમો કેરેક્ટર શૂન્ય છે. |
- નીચે આપેલ Triplicate (ત્રણ ભાગવાળા) ફોર્મની પ્રિન્ટ લઈ તેમાં તમામ વિગતો ભરી બૅંક ઓફ બરોડા માં કોલેજના ખાતામાં તમારી ફી જમા કરાવવી અને તે જ દિવસે STUDENT COPY વાળી સ્લીપ તથા ઍડ્મિશન મેમો લઈને કોલેજ કાર્યાલયમાં ઍડ્મિશન કન્ફર્મ કરવા મળવું.
- ફી ભર્યા પછી નીચેની Link પર ક્લિક કરી કોલેજનું ફૉર્મ ભરી દેવું.
College Online Admission Form Link: https://bit.ly/petladrkp
- કોલેજના ફોર્મમાં Upload documents Tab માં ધો.12 ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (L.C.), ટ્રાયલ (Attempt) સર્ટિફિકેટ, જાતિ અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો), આધારકાર્ડ તથા ફોટો (jpeg or png) upload કરવા. આ ઉપરાંત કોલેજમાંથી મળવાપાત્ર સ્કૉલરશિપનો લાભ લેવા માટે વિદ્યાર્થીના પોતાના બૅંકના ખાતાની માહિતી ભરવી. (વાલીના બૅંકના ખાતાની નહીં)
- ફોર્મમાં તમામ વિગતો સાચી ભરવી અને તેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
- તમારા કોલેજના ફૉર્મ અને બૅંકમાં ભરેલી ફી ની ચકાસણી બાદ તમારું ઍડ્મિશન કોલેજમાં કન્ફર્મ કરવામાં આવશે.
__________________________________________________________________________________
- ફક્ત Sc./B.A. Semester-3 અને 5 ના વિદ્યાર્થીઓ માટે:
B.Sc/B.A. Sem-3 :
- બૅંકમાં ફી ભર્યાના પુરાવાની ઝેરોક્ષ. (Triplicate Form ના STUDENT COPY વાળી સ્લીપની ઝેરોક્ષ)
- Sem-1 અને 2 ની માર્કશીટ ની ઝેરોક્ષ.
B.Sc/B.A. Sem-5 :
- બૅંકમાં ફી ભર્યાના પુરાવાની ઝેરોક્ષ. (Triplicate Form ના STUDENT COPY વાળી સ્લીપની ઝેરોક્ષ)
- Sem-1, 2, 3 અને 4 ની માર્કશીટની ઝેરોક્ષ.
- ફી ભર્યા પછી ઉપર જણાવેલ પુરાવાઓ/ઝેરોક્સ લઈ કોલેજ કાર્યાલયમાં ઍડ્મિશન કન્ફર્મ કરવા રૂબરૂ મળી જવું.
__________________________________________________________________________________
(ખાસ નોંધ : ઍડ્મિશન બાબતે કોલેજનો સંપર્ક કામકાજના દિવસોએ ફક્ત 11:00 થી 05:00 દરમ્યાન જ કરવો.)