ગરબા નોટ

પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સંસ્થાના આચાર્યશ્રી ડૉ વિમલ જોશી ના માર્ગદર્શનમાં ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પેટલાદ એજયુકેશન ટ્રસ્ટની સ્થાનિક વ્યવસ્થાપન સમિતિના સભ્ય શ્રી ખોડાભાઇ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારવામાં આવી હતી સ્પર્ધાની રીતે યોજાયેલ ગરબા મહોત્સવમાં બેસ્ટ એક્શન બહેનોમાં પ્રથમ ક્રમે કુ. બંસરી બીએ સેમ 1 અને બેસ્ટ ડ્રેસિંગમાં કુવારી હિના પરમાર એમ.એ સેમ 3 વિજેતા થયા હતા બેસ્ટ એક્શન ભાઈઓમાં પ્રથમ ક્રમે પટેલ મિત અને બેસ્ટ ડ્રેસિંગમાં કાછિયા દીપ વિજેતા થયા હતા નિર્ણાયક તરીકે inner wheel club પેટલાદના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અલ્પાબેન ત્રિવેદી અને સ્મિતાબેન સોનીએ સેવાઓ આપી હતી ગરબા મહોત્સવનું આયોજન કોલેજ સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અમૃત મહોત્સવ પર્વની ઉજવણી નિમિત્તે યોજાયેલા આ ગરબાના મહોત્સવમાં વિદ્યાર્થી ખેલૈયાઓ ડીજેના તાલે મનમૂકીને ઝુમ્યા હતા