એક દિવસિય ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુર

પેટલાદ  એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર.કે પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા તારીખ 28 9 2021 ના રોજ  એક દિવસિય ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુરનું આયોજન કરવામાં આવેલ હતું આ ટૂરમાં પેટલાદ નગરપાલિકા સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસ ની મુલાકાત કરવામાં આવેલ હતી આ ટૂરમાં બીએસસી sem 5  કેમેસ્ટ્રી ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલિકાના  વેસ્ટ પાણીનું કેવી રીતે શુદ્ધિકરણ કરવામાં આવે છે તેમ જ ભીના અને સૂકા કચરાને કેવી રીતે વર્ગીકરણ કરી તેનો ઉપયોગી ઉત્પાદન કરવામાં આવે છે તેની મહત્વની માહિતી આપવામાં આવેલ છે આ સાથે વિદ્યાર્થીમાં વેસ્ટ મેનેજમેન્ટ વિશે જાગૃતિ આપવામાં આવેલ હતી. આ સાથે વિદ્યાર્થીઓને સામાજિક સંસ્થા વૃદ્ધાશ્રમની મુલાકાત કરવામાં પણ આવી હતી આ મુલાકાતથી વિદ્યાર્થીઓને સમાજ સેવા વિષે માહિતી શેર કરવામાં આવેલ છે વિમલ જોશી સરના માર્ગદર્શનથી તેમજ કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વિભાગના અધ્યક્ષ શ્રી પ્રોફેસર આરટી જરારાય તેમજ પ્રોફેસર કે આર ત્રિવેદી ના સહયોગથી કરવામાં આવેલ હતું  આ ઇન્ડસ્ટ્રીયલ  ટુરનું આયોજન પ્રો. એસ વી પટેલ   ડૉ.એ આર પ્રજાપતિ પ્રો. કે આર વણકર  તેમજ એસ એમ પારેખ અને કોલેજ પરિવાર ના સહયોગ થી સફળ બનાવવામાં આવ્યો હતો.